શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2013

સાચો પ્રેમ (એક પ્રેમ કથા )

એક સુંદર એવું નાનકડું ગામ , જ્યાં પીવાના પાણી માટે પણ ફાંફા પડે છે. લોકો ગરીબ હોવાના કારણે કોય પણ જાત ની સગવડ થઈ સકે તેમ નહોતી .છતાં આ ગામના લોકો એટલા પ્રેમાળ હતા કે એકવાર આ ગામની મુલાકાત લીધા પછી ત્યાં થી પાછું ફરવાનું મન ના થાય .લોકોને  રહેવા માટે મકાન નહિ પણ નાની ઝુપડીયો . તેજ ગામમાં એક નાનકડુ કુટુંબ અને તે કુટુંબ નો એકનો એક દીકરો ધનો . ધનો ભણવામાં હોંશિયાર હતો . તેનો સ્વભાવ એક દમ નરમ મિજાજનો , અને થોડો શરમાળ .તે ગામડામાં ભણતર પૂરું કાર્ય બાદ તે ગામ ની પરિસ્થિતિ ને સુધારવા માટે શહેર માં ભણવા માટે ગયો .તેનો એક જ ધ્યેય હતો કે તે ગામની ગરીબી દુર કરવાનો .બસ શહેર માં એક સરકારી સ્કૂલ માં દાખલ થયો જેથી ભણવાનો ખર્ચ ઓછો થાય .તે રીતે તેને ૧૨ ધોરણ સુધી ભણતર પૂરું કર્યું .તે પછી તેને કોલેજ કરવાનું નક્કી કર્યું પણ કોલેજનો ખર્ચ તેના માં-બાપ ઉઠાવી શકે તેવી હાલતમાં નહોતા છતાં દીકરાને ભણાવવા માટે તેઓ એ પોતાની જમીન ગીરવે મુકીને નાણા લીધા અને કોલેજમાં ભણવા મુક્યો . તે હમેશા કોલેજમાં પણ ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપતો અને પ્રથમ ક્રમે પાસ થતો .તેજ કોલેજ માં એક અમીર ઘર ની છોકરી જેનું નામ રૂપા   . રૂપરૂપ નો અંબાર જાણે સ્વર્ગથી કોય અપ્શરા જમીન પર ઉતરી હોય .ઘનાની વધતી જતી ઉમર અને જવાની ના કારણે તે પોતાના પર કાબુ રાખી શક્યો નહિ અને તે મનોમન રૂપા ને પ્રેમ કરવા લાગ્યો . બસ આજ દિવસ થી ઘનાની જીંદગી બદલાઈ ગઈ .રૂપા ને જોવા માટે તે કોલેજ થોડો વહેલો પંહોચી  જતો. આ રીતે એક વર્ષ સુધી ધનાએ રૂપાને એક તરફી પ્રેમ કર્યો .તે વર્ષે ધનો કોલેજ માં પ્રથમ આવ્યો જેથી રૂપાનું પણ મન બદલાઈ ગયું .રૂપાએ એક દીવસ ધના ને એકલા મળવા માટે બોલાવ્યો ત્યારે ઘનો એટલો ખુશ થયો કે તેની ખુશી કોય પણ રીતે સમાય તેમ નહોતી . રૂપાએ તેના પ્રેમ નો એકરાર કર્યો અને ધનો તો દિલ થી જ રૂપાના પ્રેમ માં હતો .આમ ધનો અને રૂપા કોલેજ પૂરી થઈ ત્યાં સુધી એક બીજાને પ્રેમ કરતા રહ્યા. કોલેજ પૂરી થયા પછી ઘનો તેના ગામ પાછો ફર્યો .ધના ને હતું જ કે હું લગ્ન તો રૂપાની સાથે જ કરીશ .આમ બે મહિનાઓ રજાઓમાં વીતી ગયા.ધના ના માં-બાપે ધના ના લગ્ન કરવાનું વિચાર્યું  પણ ધનો તો  તેના મા-બાપ થી કોય પણ વાત છુપાવતો નહોતો , ધના એ તેની માં  ને કહ્યું "માં હું શહેર માં એક છોકરીને પ્રેમ કરું છું જેનું નામ રૂપા છે.ધનાના માં પણ એટલા સમજુ હતા કે તેને ધના ને કહ્યું" બેટા જા તું એક દિવસ રૂપાને આપણા ઘરે લઇ આવ .
બસ એજ દિવસે ધનો શહેર ગયો અને રૂપા ને મળ્યો ,
ધનો - રૂપા મેં આપણા પ્રેમ ની વાત મારા ઘરે કરી છે અને તેઓ પણ આપણા લગ્ન કરાવવા માટે રાજી છે "
(રૂપા થોડી વાર કઈ બોલી નહિ )
ફરી વાર ધનાએ એજ વાત રૂપાને કહી .
રૂપા - તમે ભલે આપણા લગ્ન ની વાત ઘરે કરી હોય પણ હું તારી સાથે લગ્ન કરી સકું તેમ નથી
ધનો - કેમ?
રૂપા - કેમ કે મારા લગ્ન થઈ ચુક્યા છે અને તે માણશ પાસે ગાડી ,બંગલો,નોકર-ચાકર ,બધું છે પણ તારી પાસે તો  મારી એક સાડી લેવા માટેના પણ પૈસા નથી તો તારી સાથે કઈ રીતે લગ્ન કરું .
(બસ એજ સમયે જાણે ધના ના સ્વપનો પર આગ લાગી ગઈ , તેના દિલ પર આ શબ્દો ની ખુબ જ ગહેરી અશર થઈ ધનો કાંય પણ બોલ્યો નહિ અને ત્યાં થી ચાલ્યો ગયો )

ધનો ત્યાંથી વિચારવા લાગ્યો કે હું ઘરે પાછો ફરીશ તો મારા માં-બાપ ને  શું મોઢું બતાવીશ.ધનાએ મનોમન વિચાર કર્યો કે હું પણ અમીર બનીશ અને એ બધું મેળવીશ જેના માટે રૂપાએ બીજે લગ્ન કર્યા છે .ધનો ત્યાં થી મોટા શહેરમાં ગયો અને મહેનત મજુરી કરવા લાગ્યો .મહેનત મજુરી કર્યા પછી તેને સમજાયું કે એક રૂપિયાની કીમત શું છે .પોતાને ભણાવવા માટે માં-બાપે જીમીન પણ ગીરવે મૂકી દીધી તી એ ઘડી તેને યાદ આવી . અને વિચાર કરવા લાગ્યો કે મેં મારા માં-બાપનું વિચાર્યા વિના એવી છોકરીને પ્રેમ કર્યો કે જે મારી સાથે રમત કરી ગઈ .આમ સમય ને જતા ક્યાં વાર લાગે છે .ધનો ખુબ મહેનત કરવા લાગ્યો અને જોત જોતામાં એક મોટો ઉદ્યોગપતિ બની  ગયો .પછી તે વિચારવા લાગ્યો કે હું મારા ગામ ની ગરીબી દુર કરીને ત્યાં જ મારા ઉદ્યોગની સ્થાપના કરીશ .
પણ આ બાજુ ધના ના માં-બાપ દીકરાની રાહ જોય જોય ને થાકી ગયા. અંતે ગીરવે મુકેલ જમીનનું  માથે દેવું વધી જવાના કારણે જમીન પણ વેચી દેવી પડી . આ રીતે ક્યાં સુધી ધના ના માં - બાપ જીવી શકે .ધના ના પિતાજીની તબિયત ખરાબ થવા લાગી અને અંતે બીમારી ના કારને ધના ના પિતાનું અવશાન થયું. એવા સમયે પણ ઘનો ત્યાં હાજર નહોતો .ધનાની માં એક નાના એવા ઝુંપડા માં રહીને પોતાનું ગુજરાન ચલાવતી હતી . એક સાંજ ના સમયે ધનાની માં બહાર ઓટલા પર બીસીને વીતેલી ક્ષણો ને યાદ કરીને રડી રહી હતી એવામાં પાછળ થી અવાજ આવ્યો કે "માજી તમારો દીકરો ધનો તો મોટી ગાડી લઈને આવ્યો છે અને ગામના બધા લોકો તેને જોવા માટે પાદર  ગયા છે". ધનાની માં ને તો ધના ના પિતાના અવશાન બાદ કોય પણ અરમાન ન હતા. એવામાં ઝુંપડામાંથી એક જુવાન બાઈ  બહાર આવી અને દોડીને છેક પાદર સુધી ધનાને જોવા ગઈ અને જોય ને ખુશ થઈને  ઘરે પાછીફરી  . એ બીજી કોય નહિ પણ ધનાની પ્રેમિકા રૂપા . ધનો ઘરે આવ્યો અને પોતાની માં ને પગે લાગ્યો પણ હજુ ધનાને તો એ વાત ની જાણ પણ નહોતી કે રૂપા તેના ઘર માં છે . તેની માં પાછું ફરી ને ઉભી રહી અને બોલી " હવે તું અહીં શું લેવા આવ્યો છે "

ધનો - માં મને માંફ  કરો  હું  તમારો વિચાર કર્યા  વિના એવી છોકરીને પ્રેમ કરી બેઠો જે રૂપિયા ની  લાલચુ છે ( આવા શબ્દો સાંભળી ને અંદર ઝુંપડા માં ઉભેલ રૂપાની આંખ માં ઝળહળિયાઆવી ગયા )
ધનાની માં - તો પછી તું અહીં ઘરે પાછો કેમ ના આવ્યો . આટલા દિવસમાં તને એક વાર પણ માં-બાપ ની યાદ ના આવી.
ધનો  - માં
ધના ની માં - હા દીકરા તારા ગયા પછી તારા પિતાજી પણ .....
ધનો સમજી ગયો અને ખુબ રડવા લાગ્યો .

પછી ધનાએ શહેરમાં બનેલી એક એક વાત નો ખુલાશો કર્યો . ગરીબ થી લઈને ધનિક બન્યો ત્યાં સુધી ની એક એક ઘટના તેની માં ને કહી સંભળાવી .તે સમયે ધનાની માં પણ રડવા લાગી . અંતે માં એતો માં જ છે ને.  તેને ધનાને માફ કરી દીધો . આ બધી વાતો સાંભળીને રૂપાને પણ પસ્તાવાનો પાર ના રહ્યો  તે દોડીને બહાર આવી બહાર આવતા ની સાથે જ ધના ની નજર રૂપા પર ગઈ , (ધનો તો થોડી વાર ખુબ વિચારમાં પડી ગયો )
થોડીવાર પછી ધનો " તું મારે ઘેર શા માટે આવી છે હજુ પણ તને મને બરબાદ કરવાની કસર બાકી છે "
" નહિ દીકરા આવું ના બોલ આજે એ ના હોત તો હું પણ અત્યાર સુધી ના જીવત " ધનાની માં બોલી .
ધનો - શું વાત કરો છો માં ?
ધનાની માં - હા દીકરા તારા પિતાના ગયા પછી મને પણ જીવવાની કોઈ આશા નહોતી પણ તેવા સમય આ રૂપા ના આવી હોત તો હું પણ કદાચ ....
ધનો - નહિ માં આવું ના બોલો
ધનાની માં - દીકરા તારા વિયોગ માં આ રૂપા પણ હજુ જુરે છે .

ધનો  તો થોડીવાર ચકિત થઇ ગયો શું કરવું તે જ તેને તો સમજાતું નહોતું એટલામાં રૂપા " મને માફ કરી દો "
ધનો  તો  પહેલા થી જ રૂપા ને ખુબ પ્રેમ કરતો હતો તેથી ધનાએ રૂપાને માફ કરી દીધો અને બોલ્યો " પણ તારા તો લગ્ન થઈ ગયા  છે તો પછી અહીં ક્યાંથી ?"
રૂપા - હજુ લગ્ન થયા નથી મારા
ધનો - શું વાત કરે છે
રૂપા - હા એ દિવસે કદાચ મેં આપણા લગ્ન ની વાત મારા ઘરે કરી હોત તો મારા માં-બાપ લગ્ન કરવા માટે રાજી ન થાત પણ આ વાત આજ મારા પિતાને કરીશ તો ...

ધનો બધું જ સમજી ગયો કે રૂપા તે દિવસે સા માટે આ શબ્દો બોલી હતી .હવે જ ધનાને લાગ્યું કે મારા અમીર થવાની પાછળ મોટો હાથ મારી રૂપા નો છે .

તેવામાં રૂપાના માં બાપ પણ રૂપાની ગોત માં ત્યાં આવી પંહોચીયા . રૂપાએ તેના પ્રેમ ની વાત તેના પિતાને કરી અને રૂપા ના પિતા લગ્ન કરાવવા માટે રાજી થઇ ગયા .પછી બન્નેના લગ્ન કરાવ્યા . ત્યારે ધનો ધનો નહિ પણ ધનાજી શેઠ ના નામે ઓળખાવા લાગ્યો . પછી ધનાજી શેઠે પોતાના નાનકડા ગામને એટલું વિક્શાવી દીધું કે આજ તેનું ગામ મોટા શહેર ને આંબે છે .


આ  પ્રેમ કથામાંથી તમને મિત્રો ને શો બોધ મળ્યો ? નીચે કોમેન્ટ માં જણાવો                  
   
  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો