હતો હું ખુશ જીંદગીમાં એકલો પરંતુ
ઉદાસ દેખાઉં છું આજ તમારા જવાથી.
ન મળ્યું જે મેળવવાનું હતું મ્હારે ,પરંતુ
ગુમાવ્યું છે કાંઇક આજ તમારા જવાથી.
આશા હતી કે સાથ રહેશું જીંદગી ભર,પરંતુ
વિશ્વાશની અણીથી હણાયો છું આજ તમારા જવાથી.
પુષ્પો તો ઘણા હતા તમ જેવા મહેફિલ માં,પરંતુ
કાંટાઓના ખૂંપવાથી ઘવાયો છું આજ તમારા જવાથી.
મળી જશે સાથ જીવનમાં કોઈનો અમને ,પરંતુ
નહિ મળે ઈજ્જત જે ગુમાંવી છે આજ તમારા જવાથી.
સુરેશ તો આજ પણ ના કહેત તમોને,પરંતુ
દર્દમાં ગઝલ લખાઈ ગઈ આજ તમારા જવાથી.
સુરેશ કે .પાટડિયા
બી .કોમ સેમેસ્ટર-૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો