મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013

પ્રેમ

ઉભો હતો ભીડમાં માં પણ એકલવાયો હું
ત્યાં તમારા પર મારી મીઠી નજર થાય છે .

મંદ મંદ મલકાતા તમારા હોઠોની જાણે
ધીમે ધીમે મારા રદયમાં અશર થાય છે .

રાત તો મારી સ્વપ્નોમાં જ પૂરી થાય છે ને
તમને મળવાની આશ થી સહર થાય છે .

રાહ જોય ઉભો રહું ત્યાં મળ્યા તા તમે કાલે
તમને જોવાથી જ રોજની સફર થાય છે .

પોઢી જાઉં યાદો માં તમારી ક્યારેક તો
અંધકાર ની જ મુજ પર ચાદર થાય છે .

તમને બોલાવવાની જીદ તો ઘણી કરી છું
દિલ પણ બોલાવવા ક્યાં નીડર થાય છે .

મારી પર ક્યારેક તો મીઠી નજર કરો
દિલ ને નૈન વચ્ચે રોજ તકરાર થાય છે .

એકરાર કરવો મારે કેવી રીતે તમને ,
તમને પણ ક્યાં પ્રેમની અશર થાય છે .

થશે તમને પણ પ્રેમ કદાચ કોઈને
ત્યારે જ તો સુરેશ પ્રેમની અશર થાય છે .

સુરેશ કે. પાટડિયા
બી.કોમ સેમ -૫
(એસ.એસ .પી જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો