મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013

દુનિયા

સરૂઆત   કરવી   મારે  ક્યાંથી  ગઝલ  લખવાની  દોસ્ત
સમજાતું   નથી કેમ , કોઈ શબ્દોનો  શહારો નથી મળતો .

દુનિયાની ભીડ માં હું હમેશા એકલો જ ચાલતો  આવ્યો છું
ભરી મહેફિલમાં  માં પણ કોઈ માણશ પ્યારો નથી મળતો .

લાલચથી છવાયેલ ઘનઘોર દુનિયાના આ મહાસાગર માં
ઉભો  છું કિનારા ની નજીક માં છતાં કિનારો નથી મળતો  .

જગ્યા કરવી તી મારે દુનિયાના લોકોના દિલમાં દિલથી .
પારકા  ઠીક પોતાનાઓના  દિલમાં આશરો નથી મળતો .

કરવું તો છે ઘણું   બધું અહીં મારે દુનિયા  ની ચોખટ માં
મતલબી દુનિયામાં  કાંય  થવા મારે વારો નથી મળતો .


                                           સુરેશ કે .પાટડિયા
                                            બી.કોમ સેમેસ્ટર -૫ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો